રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ આપતા મોરબી એલ.સી.બી. દ્વારા બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ પાડવાની કોશિશના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને બાતમી મળી હતું કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાડ પાડવાની કોશિશના ગુનામાં નાસતો ફરતો આરોપી મુકેશ દલસિંહ અમલીયાર હાલ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રેશમડી ગલોલ ગામ ખાતે આવ્યો છે. જે બાતમીના આધારે એલ.સી.બી. એ તુરંત જ તપાસ હાથ ધરી હતી. અને જેતપુર તાલુકાના રેશમડી ગલોલ ગામ દિનેશભાઇ અરજનભાઇની વાડી ખાતેથી આરોપી મુકેશ દલસિંહ અમલીયારપકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપવામાં આવ્યો છે