રાજકોટ રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવના માર્ગદર્શન તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી તરફથી મોરબી જીલ્લામાં અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા એન્ટી હ્યુમન ટ્રાફીક યુનિટ મોરબીની ટીમને જરૂરી સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી જીલ્લા A. H.T.U. ટીમ. દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના ૬ માસ પહેલાના અપહરણના ગુન્હામાં ભોગબનનાર તથા આરોપીને અમરેલી જીલ્લાના બગસરા ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા A. H.T.U. ટીમને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી નિખીલ રામલાલ ભીલ (રહે.ગામ- સાગૌની કલા,રાયસેન રોડ તા.કોલુઆ જી.ભોપાલ મધ્યપ્રદેશ) સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી નિખીલ રામલાલ ભીલ અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં કામ કરતો હોવાની માહીતી મળતા AHTU ટીમ અમરેલી જીલ્લામાં હકીકત વાળી જગ્યાએ પહોંચી AHTU ટીમ દ્વારા અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાંથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે.
આ કામગીરી મોરબી I/C AHTU ના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.દરબાર તથા ASI ફુલીબેન ઠાકોર, HC નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર, બકુલભાઇ કાસુન્દ્રા દ્વારા કરવામાં આવી છે.