મોરબીમાં આઠ માસથી પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અંતે પોલીસના હાથે ચડ્યો છે. મોરબી જીલ્લા એસ.પી. મુકેશકુમાર પટેલ તથા ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી એ ડીવીજન પોલીસ ટીમે આ કાર્યવાહી અંજામ આપ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસને બાતમી મળી હતી કે, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનનાં પ્રોહિબિશનના ગુણહમાં નાસતો ફરતો આરોપી રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં પોતાના વતનમાં છે. જે બાતમીના આધારે મોરબી સીટી એ ડીવીજન પોલીસે એક ટીમે આરોપીના રહેઠાણ પર દરોડો પાડી આરોપી ચેતનભાટી ઉર્ફે ચેતનસિંહ ઉદયરામ ભાટીને ઝડપી પાડ્યો છે. અને આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશને સી પાર્ટ ગુનાહ રજી. નં. ૦૨૧૭/૨૦૨૫ મુજબ પ્રોહીબિશન અધિનિયમની કલમ ૬૫(એ), ઇ(૧૧૬)(બી), ૮૧ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









