Friday, May 10, 2024
HomeGujaratમોરબી પંથકના અકસ્માતના ગુન્હાનો ફરાર આરોપી જામનગરમાંથી ઝડપાયો

મોરબી પંથકના અકસ્માતના ગુન્હાનો ફરાર આરોપી જામનગરમાંથી ઝડપાયો

મોરબી તાલુકામાં ફેટલ અકસ્માતના ગુન્હાને અંજામ આપી એકાદ વર્ષથી ફરાર થયેલ આરોપીને જામનગર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટિમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન મોરબી તાલુકા પોલિસ મથકમાં નોંધાયેલ ફેટલ અકસ્માતના ગુન્હાનો આરોપી સંજય મણીલાલ ચૌહાણ (ઉ.વ.૨૨ મૂળ.રહે.જાલીમપુરા રાજસ્થાન) હાલ જામનગરના કનસુમરા GIDC વિસ્તારમાં ભાવેશભાઇ પ્રજાપતિના ઇંટોના ભઠ્ઠામાં રહેતો હોવાની બાતમી મળતા પોલીસે તા .૧૩ના રોજ કંસુમરા ખાતે આવેલ ભાવેશભાઇ પ્રજાપતિના ઇંટોના ભઠ્ઠા ખાતે રેઇડ પાડી આરોપી સંજયને ઝડપી લીધો હતો.અને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!