વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસની ડ્રાઇવ અંતર્ગત મોરબી એલ.સી.બી.નો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ટંકારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છએક માસથી નાસતો ફરતો આરોપી લજાઇ ચોકડી ખાતે ઉભેલ છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પરથી આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી દ્વારા તા.૦૬/૦૨/૨૦૨૩ થી તા.૦૫/૦૩/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબી એલ.સી.બી.ને નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી.ના અધિરીઓ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતા. જે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, ટંકારાના પોલીસ સ્ટેશનનો ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ક્રિપાલસિંહ ખુમાનસિંહ જાડેજા (રહે. પીઠડ તા.જોડીયા જી.જામનગર) હાલ લજાઇ ચોકડી ખાતે ઉભેલ છે. જે હકિકત મળતા જ પોલીસે સ્ટાફ સાથે લજાઇ ચોકડી ખાતે વોચ ગોઠવી તપાસ કરતા નાસતો ફરતો આરોપી ક્રિપાલસિંહ મળી આવેલ હતો. પરંતુ આરોપીને અટક કરવા પહેલા કોવીડ-૧૯ અંતર્ગત મેડીકલ તપાસણી કરાવવી જરૂરી હોય જેથી આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.