Saturday, January 11, 2025
HomeGujaratવલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શિમલા ખાતેથી...

વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને શિમલા ખાતેથી પકડી પાડવામાં આવ્યો

વલસાડ સિટી પોલીસ સ્ટેશનના અપહરણ અને પોકસો સહિતના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અવનિષ ઉર્ફે ગોલુ રમેશ પ્રસાદ ઉતરપ્રદેશ વાળો હિમાચલ પ્રદેશના શિમલા ખાતે હોવાની પોલીસને બાતમી મળતા ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે…

- Advertisement -
- Advertisement -

વલસાડ જીલ્લામાં બનતા મિલ્કત શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાની રાહબરી હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્મા વલસાડ વાળાની સુચના મુજબ વલસાડ સીટી પોલિસ સ્ટેશનના અપહરણ અને પોક્સોના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી અવનિષ ઉર્ફે ગોલુ રમેશ પ્રસાદ મુળ રહે. સીદગૌર ગોરખપુર જિલ્લાના (ઉત્તરપ્રદેશ) વાળો હાલ હિમાચલ પ્રદેશના શિમલા ખાતે હોવાની પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરદિપસિંહ હેતુભાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમનસોર્સના આધારે છેલ્લા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપી અવનિષ ઉર્ફે ગોલુ રમેશ પ્રસાદને ઝડપી પાડવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!