Saturday, January 11, 2025
HomeGujaratટંકારા કોર્ટમાં ચાલતા ચેક રીર્ટન કેસમા આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા કોર્ટમાં ચાલતા ચેક રીર્ટન કેસમા આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારાના હરબટીયાળીના અમૃતભાઈ નમેરા મનાલી મોબાઈલની દુકાન ચલાવતા હોય ફરીયાદી સંદીપભાઈ ડાંગર આરોપીની મોબાઈલની દુકાને જતા હોય અને મીત્રતાના સબંધે સંદીપભાઈ ડાંગર પાસેથી લીધેલ રૂા.૩,૦૦,૦૦૦/- પરત કરવા આપેલ ચેક રીર્ટન થતા આરોપી વિરૂધ્ધ ફરીયાદીએ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલતા આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ટંકારાની નામદાર અદાલત દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ફરિયાદી સંદીપભાઈ ડાંગર અને આરોપી અમૃતભાઈ નમેરા આરોપી મીત્ર હોય અને આરોપીને મીત્રતાના નાતે ફરીયાદીએ આપેલ રૂા.૩,૦૦,૦૦૦/- પરત કરવા આરોપીએ આપેલ ચેક રીર્ટન થતા ટંકારામાં રહેતા ફરીયાદી સંદીપભાઈ પ્રાગજીભાઈ ડાંગર એ ટંકારાના હરબટીયાળી ગામે રહેતા આરોપી અમૃતભાઈ મહાદેવભાઈ નમેરા વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ફરીયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલતા આરોપી તરફથી ફરીયાદીની વિગતવાર ઉલટ તપાસ કરવામાં આવી અને ફરીયાદી પક્ષ તરફે તેઓની ફરીયાદને સમર્થનકારી પુરાવો ઉપરાંત દસ્તાવેજી પુરાવા રજુ કરી પોતાનો કેસ પુરવાર કર્યો હતો. આરોપીને સજા કરવા રજુઆતો કરવામા આવતા જેની વિરૂધ્ધમાં આરોપીના એડવોકેટ પાર્થ સંઘાણીએ વિગતવાર લેખીત તથા મૌખીક દલીલ કરતા ફરીયાદી પોતાનો કેસ પુરવાર કરી શક્યા નથી. કાયદા મુજબ ફરીયાદીની તરફેણમાં કરવામાં આવતા અનુમાનો ખંડનાત્મક હોય છે અને આરોપીપક્ષ દ્વારા ફરીયાદીની તરફેણમાં કરવામા આવતા અનુમાનોનું ફરીયાદીની ઉલટતપાસ કરી તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી સત્ય હકીકતો રેકર્ડ પર લાવી સફળતાપૂર્વક ખંડન કર્યું હતું. જેથી આરોપી નિર્દોષ હોય આરોપીને નિર્દોષ છોડી મુકવા વકીલ દ્વારા અરજ કરાઈ હતી. બંને પક્ષોની રજુઆત, રેકર્ડપરનો દસ્તાવેજી પુરાવો, તથા ઉલટ તપાસ દરમીયાન આરોપી તરફથી રેકર્ડપર લાવવામા આવેલ હકીકતો ધ્યાનમાં લેતા ઉલટતપાસમાં ફરીયાદી કહ્યું હતું કે ફરીયાદવાળો ચેક આરોપીએ તા.૦૬/૦૪/૨૦૨૨ ના રોજ આપેલો હતો. પરંતુ ફરીયાદીએ જાતે ઉલટતપાસમાં એવી હકીકતોનો સ્વીકાર કર્યો છે કે મને એ વાતની જાણ નથી કે મનાલી મોબાઈલ ૨૦૧૯માં બંધ થઈ ગઈ છે. ૨૦૧૯માં મનાલી મોબાઈલની દુકાન બંધ થઈ ગયા પછી આરોપી અમૃતભાઈ કયાં હતા અને શુ કામ કરતા હતા કારણ કે તે સમયે તેમનો મોબાઈલ બંધ રહેતો હતો. આમ ફરીયાદી એક તરફે ચેક તા.૦૯/૦૪/૨૦૨૨ માં આપેલ હોવાનું જણાવે છે જયારે બીજી બાજુ પોતે કબુલ કરે છે કે ૨૦૧૯માં મનાલી મોબાઈની દુકાન બંધ થઈ ગયા પછી આરોપી કયા હતા અને શુ કામ કરતા હતા તેની તેમને ખબર નથી. ફરિયાદી મોબાઈલની દુકાને અવાર નવાર જતાં હોવાથી મિત્રતા થયાનું જણાવતા જુબાની અને ફરિયાદ વિરોધાભાસી હોવાનું સામે આવ્યું છે. તેમજ આ પ્રથમ વાર વ્યવહાર કર્યાનું જુબાનીમાં જણાવ્યું હતું. જ્યારે ૨૦૧૯ નો રેકોર્ડ ધ્યાન પર લાવતા તે પણ વિરોધાભાષી સામે આવ્યું હતું. જે ફરિયાદીની હકીકતો સામે પ્રશ્ન ઉભા કરે છે. જે ફરિયાદીની ફરિયાદને નબળી બનાવે છે. તેમજ ફરિયાદી ખેતી કામ કરતા હોવાથી આવક ઓછી છે અને આઇ. ટી. રિટર્ન ભરતા નથી તેમ જણાવ્યું હતું. જ્યારે ઉલટ તપાસમાં અહીંની જ અદાલતમાં તેઓએ અલગ-અલગ કુલ ચાર ચેક રીટર્નની ફરીયાદ કરી છે જેમાં કુલ ૨૦ લાખ રૂપીયાની ફરીયાદો હાથ ઉછીના પૈસા તરીકે આપી છે. તેમ સામે આવતા ફરીયાદીની આર્થીક પરીસ્થીતી સામે પણ પ્રશ્નાર્થ ઉત્પન્ન કરે છે. તેથી સમગ્ર કેસની દલીલોને ધ્યાનમાં લેતા હકીકતમાં ફરિયાદીનું આરોપી સામેનું કાયદેસરનું લેણું હતુ કે કેમ તે શંકા ઉત્પન્ન કરે છે તેથી ફરિયાદી આરોપી સામેનું પોતાનું કાયદેસરનું લેણું પુરવાર કરી શક્યા નથી. તેમજ આરોપી પક્ષે ફરીયાદીની તરફેણમાં કરવામાં આવતા અનુમાનોનું સફળતા પુર્વક ખંડન કર્યું છે. આમ જયારે ફરીયાદી આરોપી સામે પોતાનું કાયદેશરનું લેણુ પુરવાર કરી શક્યા નથી તેવા સંજોગોમાં આરોપીને હાલના ગુનામાં તકસીરવાર ઠરાવી શકાય નહી તેમ માની આરોપી અમૃતભાઈ નમેરાને નીર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ટંકારા કોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે. જે કેસમાં આરોપી અમૃતભાઈ નમેરા વતી રાજકોટના જાણીતા સુરેશ ફળદુ એડવોકેટ એન્ડ એશોસીએટસના પાર્થ સંઘાણી, મંથન વી૨ડીયા, જોશનાબેન ચૌહાણ, જય પીઠવા તથા મદદમા કેયુર સંઘાણી, યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, અભય સભાયા તથા જસ્મીન દુધાગરા રોકાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!