જો ચેકમાં લખેલ રકમ કરતા ખાતામાં ઓછી રકમ હોય તો ચેક રીટર્ન થાય છે અને ચેક લખનાર ને ગુનો લાગુ પડે છે. જો ચેક લખ્યા પછી ચેક લખનાર દ્વારા તેનુ એકાઉન્ટ ફ્ર્રિજ કરી દેવામાં આવે તો ખાતા ગમે તેટલા રૂપિયા હોવા છતાય પણ ચેક રીટર્ન થાય છે અને ચેક લખનાર માટે આ બાબત ગુનો ગણાય છે. ત્યારે આવા જ રૂપિયા પાંચ લાખના ચેક રીર્ટન કેસમાં આરોપીને મોરબી કોર્ટ દ્વારા નિદોર્ષ છોડી મુકવામાં આવ્યો છે.
એડવોકેટ મયુર પુજારાનાં જણાવ્યા અનુસાર, ચેક રિટર્ન કેસમાં ફરીયાદી હસમુખભાઈ કાનજીભાઈ મીયાત્રાની ફરીયાદ એવી હતી કે બીલીયાના રહેવાસી જસમતભાઈ છગનભાઇ સાણંદીયાને ધંધામાં રકમની જરૂરત હોય હસમુખભાઈએ રૂપિયા પાંચ લાખ પુરા હાથ ઉછીના આપેલ હતા. તે રકમ પરત કરવા માટે આરોપી જસમતભાઈએ પોતાના ખાતાનો ચેક રૂપિયા પાંચ લાખના ફરીયાદીને આપેલ હતો. પરંતુ ચેક રીટન થયેલ અને ફરીયાદી હસમુખભાઇ દ્વારા જસમતભાઈને ડીમાન્ડ નોટીસ આપવામાં આવેલ છતા જસમતભાઈ દ્વારા હસમુખભાઇને રૂપિયા પાંચ લાખ પરત ન આપતા ફરીયાદી હસમુખભાઈ દ્વારા મોરબી કોર્ટમાં જસમતભાઇ વિરૂધ્ધ કેસ કરેલ ત્યારબાદ જસમતભાઈએ તેના વકીલ મારફત કોર્ટમાં હાજર થયા હતા.જે કેશ નામદાર સોલંકી સાહેબની નિગરાની હેઠળ ચાલી જતા બંન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી જસમતભાઈને હાલના ચેક રીર્ટન કેસમાં મોરબી કોર્ટે નીદોર્ષ ઠરાવી છોડી મકવામાં આવેલ છે.