ટંકારાના રતનશીભાઈ પ્રાગજીભાઈ ઘેટીયા દ્વારા આરોપી દર્શનભાઈ પ્રવીણભાઈ જીવાણી ફરીયાદીના કૌટુંબીક સગા થતા હોય તેમજ એકજ ગામમા રહેતા હોય જેથી એકબીજા વચ્ચે વિશ્વાસના સારા સંબંધ હોવાથી આરોપીને પૈસાની જરૂર પડતા ફરીયાદીને આરોપીએ જણાવ્યું કે પોલીપેકનું કારખાનુ બનાવવાનુ હોય જેથી ૯,૯૦,૦૦૦/- ની જરૂર હોય તેથી ફરીયાદીના માલીકીનુ મકાન બેંકમા મોર્ગેજ મુકી આપો અને આરોપી તે રકમ બે વર્ષમા પરત આપી દેશે એમ જણાવતા ફરીયાદીએ વિશ્વાસ રાખી બેંકમા મોર્ગેજ કરાવી આપી હતું.જે રકમ પરત નહિ આપતા ફરિયાદી એ બેંકમાં ચેક નાખતા રિટર્ન થતાં કેસ થયો હતો.જે કેસમાં ટંકારા જયુડીસિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ કલાસની કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારાના રતનશીભાઈ પ્રાગજીભાઈ ઘેટીયા દ્વારા આરોપી દર્શનભાઈ પ્રવીણભાઈ જીવાણી ફરીયાદીના કૌટુંબીક સગા થતા હોય તેમજ એકજ ગામમા રહેતા હોય જેથી એકબીજા વચ્ચે વિશ્વાસના સારા સંબંધ હોવાથી આરોપીને પૈસાની જરૂર પડતા ફરીયાદીને આરોપીએ જણાવ્યું કે પોલીપેકનું કારખાનુ બનાવવાનુ હોય જેથી ૯,૯૦,૦૦૦/- ની જરૂર હોય જેથી ફરીયાદીના માલીકીનુ મકાન બેંકમા મોર્ગેજ મુકી આપો અને આરોપી તે રકમ બે વર્ષમા પરત આપી દેશે એમ જણાવતા ફરીયાદીએ આરોપી ઉપર વિશ્વાસ અને ભરોસો રાખીને આરોપીએ કહેલ તે બેંકમા મોર્ગેજ કરાવી આપેલ ત્યારબાદ બે વર્ષ બાદ ફરીયાદીએ તેમની લેણી રકમની આરોપી પાસે માંગણી કરતા આરોપીએ ફરીયાદીને બેંક ઓફ બરોડા, ટંકારા બ્રાંચનો રૂા.૯,૯૦,૦૦૦/- નો ચેક નં.૦૦૦૧૪૦, તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજનો ફરયાદીની લેણી રકમ વસુલ કરવા માટે આપેલો હતો.જે ચેકમા આરોપીની સહી છે.ત્યારબાદ ફરીયાદીએ ચેકના નાણા વસુલવા માટે આરોપીએ આપેલો ચેક રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંક લી, ટંકારા શાખામા તા.૨૪/૦૪/૨૦૨૩ ના રોજ જમા કરતા સદરહુ ચેક તા.૨૬/૦૪/૨૦૨૩ ના રોજ “ફંડ ઈનસફીસીયન્ટ” શેરા સાથે વગર સ્વીકાર્યે પરત થયેલો હતો. આમ, આરોપીએ આપેલ ચેક પરત થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત આરોપીના સરનામા ઉપર તા.૦૩/૦૫/૨૦૨૩ ના રોજ રજી.એડી.થી લીગલ નોટીસ મોકલેલી હતી. જ નોટીસ આરોપીના સરનામે તા.૦૪/૦૫/૨૦૨૩ ના રોજ મળી ગયેલ હોવા છતા આરોપીએ એક ફરીયાદીને ચેકની રકમ ચુકવેલ નથી. તેથી આમ આરોપીએ ફરિયાદી પાસેથી ફરિયાદમાં જણાવેલ વિગતે રકમ મેળવી અંતે તેમાંથી ફરી જઈ આરોપીએ તેમની જવાબદારી પેટે ચેક આપી ખાતામાં પુરતુ બેલેન્સ ન રાખી ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ શિક્ષાને પાત્ર ગુનો કરેલ હોય ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ ઘી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની હાલની ફરિયાદ દાખલ કરેલ છે. જે કેસ એસ.જી.શેખ જયુડીસિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ કલાસ ટંકારાની કોર્ટમાં ચાલી જતાં આરોપી દર્શનભાઈ પ્રવિણભાઈ જીવાણી, હાલ રહે. ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ, સરદાર સ્કુલ પાસે, બેકબોન પાર્ક, તાલુકા રાજકોટ, મુળ રહે. જી.એમ.પટેલ, મેઈન બજાર, ટંકારા ટંકારા તાલુકા વાળાને કો.કલમ-૨૫૫(૧) અન્વયે ધી નેગો.ઈન્સ્ટ્ર.એકટ, ૧૮૮૧ ની કલમ-૧૩૮ મુજબના શિક્ષાપાત્ર ગુના સબબ નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવે છે.જ્યારે આરોપીએ અસરકર્તા પક્ષકારની સુચિત અપીલના કામે અપીલ કોર્ટ સમક્ષ હાજર રહેવા હુકમની તારીખથી છ માસ માટે અમલમાં રહે તે મતલબના રૂા.૨૫,૦૦૦/- (અંકે રૂપિયા પચ્ચીસ હજાર પુરા) ના જામીન તથા તેટલી જ રકમનો મુચરકો ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-૪૩૭(અ) મુજબ આ અદાલત સમક્ષ રજુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.