ટંકારાનાં વેપારીએ મિત્રતાના દાવે આપેલ રૂ.૧૦,૦૦,૦૦૦/- પરત માંગતા આરોપીએ આ રકમનો ચેક આપ્યો હતો. જે ચેક બાઉન્સ થતા સમગ્ર મામલે વેપારીએ ટંકારાનાં મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે કેસમાં આજ રોજ કોર્ટે ચુકાદો આપ્યો છે. અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, અજયરાજસિંહ ઝાલા અને ભાવેશભાઈ રાવલ મિત્રો હતા. જેમાં તેમની વચ્ચે અવાર નવાર નાણાકીય લેતી દેતીના વહેવારો થતા હતા. ત્યારે ભાવેશભાઈ રાવલે રાજકોટ ખાતે જમીન લે-વેચના કમીશન એજન્ટ તરીકેની કામગીરી કરે છે. જે આરોપીએ અજયરાજસિંહ ઝાલાને જણાવ્યું હતું કે, એક દોઢ મહીના પુરતી મારે રૂપિયાની જરૂરીયાત છે અન્ય મીલકત વેચાણના રૂપિયા એકાદ મહીનામાં મળી જશે એટલે રૂપિયા તેને તુરંત જ પાછા આપી દઈશ. તેથી અજયરાજસિંહ ઝાલાએ આરોપીની આર્થિક મુસીબતોને ધ્યાનમાં રાખીને આરોપીને નાણાકીય મદદ કરવા માટે સબંઘ દાવે રૂ.૧૦,૦૦,૦૦૦/- રોકડા તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ દોઢ મહીના પુરતા હાથ ઉછીના આપ્યા હતા. ત્યારબાદ ફરીયાદીએ લેણી રકમની માંગણી કરતા આરોપીએ ફરીયાદીના નામ જોગનો કુલ રૂા.૧૦,૦૦,૦૦૦/- પુરાનો ધી કો. ઓપરેર્ટીવ બેન્ડ ઓફ રાજકોટ લી.નો ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ તેમની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, ટંકારાના ખાતામાં તા.૦૨/૦૮/૨૦૨૩ ના રોજ જમા કરાવતા ચેક પરત થયો હતો. જેથી ફરિયાદીએ તેના વકીલ પી.આર.પરમાર મારફત ટંકારાનાં મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટમાં અરજી દાખલ કરાવી હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી ભાવેશભાઈ કમલાશંકર રાવલના વકીલ એમ.વી.બારૈયાની ધારદાર દલીલોને માન્ય રાખી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.