મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં તા. ૨૩/૧૨/૨૦૧૪ ના રોજ મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ એન.આર એન્ડ કંપની આંગણીયા પેઢીમાં થયેલ લૂંટ અને ખૂનના આરોપીઓ રાજેશભાઈ પ્રભુભાઈ વડાવીયા અને દીનેશ કનૈયાલાલ અહેરવાલને નિર્દોષ છોડી મકવાનો હુકમ નામદાર પ્રિન્સપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં તા ૨૩/૧૨/૨૦૧૪ ના રોજ ફરીયાદીએ ફરીયાદ દાખલ કરી હતી કે તેના પિતા મરણજનાર વલ્લભદાસ મનસુખલાલ હીરાણી રહે. મોરબીવાળાને એન.આર.એન્ડ કંપની આંગળીયા પેઢીની ઓફીસની અંદર આવી છરી જેવા હથીયાર વડે છાતીમાં તથા જમણી બાજુ પડખામાં, ખંભામાં છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી અને ઓફીસમાંથી નોકીયા કંપનીનો મોબાઈલ ફોન, ચાઈના કંપનીનો મોબાઈલ ફોન તેમજ ફરીયાદીનો બ્લેકબેરી ટોર્ચ મોબાઈલ ફોન, નોકીયા કંપનીનો સાદો મોબાઈલ ફોન તેમજ આંગણીયાના હિસાબ કિતાબના આવેલ રોકડ રકમ રૂ. આશરે ૪,૧૬,૨૨૦/- પડી હતી. તે તેમજ ચાર મોબાઈલ ફોન કિંમત રૂ. ૧૦,૦૦૦/- એમ મળી કુલ રૂ. ૪,૨૬,૨૨૦/- ની લુટ કરી અજાણી વ્યકિતઓ એકબીજાને મદદગારી કરી નાશી ગયા હતા. જેનો ગુન્હો દાખલ કરી આરોપીઓ જગદીશભાઈ ઉફે જેજે જીલુભાઈ સદાતીયા, કૌશીક ઉર્ફે કવો ધનેશભાઈ કડીવાર, રાજેશભાઈ ઉર્ફે રાજુ પ્રભુભાઈ વડાવીયા, ઈદુભાઈ રામનાથ નટ અને દીના ઉર્ફે દીનેશ કનૈયાલાલ અહેરવાલના ઓની ધરપકડ કરી આરોપીઓ વિરુધ્ધ આઈ.પી.સી. કલમ ૩૦૨, ૩૯૪, ૩૯૬,૧૧૪,૧૨૦(બી) તથા જી.પી એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરેલી હતી. જે કેસ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ પ્રભુભાઈ વડાવીયા તથા દીના ઉર્ફે દીનેશ કનૈયાલાલ અહેરવાલ વતી મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા રોકાયા હતા. જેમાં ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો, પંચો, ડોક્ટર, તથા તપાસ કરનાર અધકારી વિગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલી છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપ્યું નથી. તેમજ તપાસ કરના અધીકારીએ બનાવના સ્થળે જાહેર રસ્તો હોવા છતાં તે જગ્યાના કે બનાવ સ્થળેથી સીસીટીવી ફુટેજ કબ્જે કરેલ નથી. કે ગુન્હાના આરોપીઓની ઓળખ પરેડ પણ કરવામા આવી નથી તેમજ ફરીયાદ પક્ષ એ બનાવ નિઃશંકા પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયા હોય અને આરોપીઓ વિરૂધ્ધના પુરાવાઓ સાબિત કરવામાં નિષ્ફળ જતાં બંને પક્ષકારોની તમામ દલીલો ધ્યાને લઇ બચાવ પક્ષના એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયાની તમામ દલીલો માન્ય રાખી નામદાર કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે… આરોપી વતી મોરબી જિલ્લાના સિનિયર એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડિયા, રવિ ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારિયા અને મહેશ્વરી મકવાણા રોકાયા હતા.