સર્કલ ઓફીસર તરીકે વાંકાનેર ખાતે ફરજ બજાવતા યુવક પર ૨૦૧૯ ની સાલમાં સ્થળ તપાસ કરવા જતા માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી આરોપીઓ ગેરકાયદેસર ખનીજનું ખનન કરતા હોય જે બાબતે તેઓને અટકાવતા શીવ શકિત રોડવેઝના માલીકો દ્વારા તેનાં પર હુમલો કરવામાં આવ્યો હતો. જે કેસમાં શીવ શકિત રોડવેઝના માલીકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફીસર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત તા ૧૫/૦૫/૨૦૧૯ ના રોજ ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી. કે, તેઓ સર્કલ ઓફીસર તરીકે વાંકાનેર ખાતે ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયકત ગ્રામ પંચાયત દ્વારા તા. ૩૦/૦૧/૨૦૧૯ના રોજ સ્થળ તપાસ કરવા જતા માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી આરોપીઓ ગેરકાયદેસર ખનીજનું ખનન કરવામાં આવતુ હોય તે કામગીરી અટકાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જતા આરોપીઓ મુન્નાભાઈ જીવુભા ઝાલા, બલભદ્રસીંહ જીવુભા ઝાલા તથા ઘેલુભા જીવુભા ઝાલાએ સર્કલ ઓફીસર પર હુમલો કરી લાકડી વતી માર મારી સરકારી ફરજમાં રુકાવટ કરી હતી. જે ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસ વાંકાનેરના જયુડી.મેજી.ની કોર્ટમાં ચાલતો હતો. આ કેસમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા રોકાયેલ હતા. ત્યારે આ કેસમાં ફરિયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી. ત્યારે તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, આ કેસમાં ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. જે બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.