મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા પ્રૌઢ એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકે લખેલી ત્રણ પાનાની સુસાઇડ નોટ આધારે પોલીસે મૃતક વૃદ્ધના પત્નીની ફરિયાદ નોંધી હતી અને ૧૫ શખ્સોની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધ્યો હતો.જે ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો થયો છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા પ્રૌઢ એ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જો કે, આપઘાત કરતા પહેલા વૃદ્ધે ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી હતી. જેના આધારે મૃતક વૃદ્ધના પત્ની દ્વારા ૧૫ શખ્સોની સામે તેના પતિને મરવા મજબૂર કરવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને ગીરીશભાઈ કોટેચા સહીતનાં આરોપીઓની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ બનાવમાં ગીરીશભાઈ કોટેચાએ મોરબીનાં સિનિયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરતા એડવોકેટ મનીષ પી. ઓઝાની ધારદાર દલીલો તથા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી ગીરીશભાઈ કોટેચાને રૂ.૨૫,૦૦૦/- ના શરતોને આધીન રેગ્યુલર જામીન પર છોડવાનો હુકમ કર્યો છે.