હળવદ તાલુકાના ટીકર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો હળવદ પોલીસે ગણતરીની કલાકોમાં ડીટેકટ કરી એક આરોપીની ધરપકડ કરી, ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીનાઓ જેની કુલ રૂ.૩.૯૪ લાખનો મુદામાલ રીકવર કરાયો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં ગત તા.૧૧/૦૨/૨૦૨૬ ના રોજ ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલ હોય જેમાં ફરીયાદી સુરેશભાઇ કાનજીભાઇ મકવાણા રહે ગામ ટીકર(રણ) તા.હળવદ વાળાના રહેણાંક મકાનમાંથી તા. ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ કોઇ અજાણ્યો ઇસમ સોનાના અલગ અલગ દાગીનાઓ જેની કુલ કિ.રૂ ૩.૯૪,૦૫૭ /- જેટલી ગણી શકાય તે ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ જાહેર કરેલ જે ગુનો ડિટેકટ કરવા હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી.વ્યાસે અત્રેના સર્વેલન્સ ટીમને સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ ટીમ ગુનો ડિટેકટ કરવા પ્રયત્નશીલ હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે આરોપી વિશાલ વિશાલ રમેશભાઇ ખાંભડીયા ઉવ.૨૧ રહે ગામ ટીકર (રણ) તા.હળવદ વાળા પાસેથી આ કામે ચોરીમાં ગયેલ અસલ તમામ મુદામાલ સોનાના દાગીનાઓ જેનુ કુલ વજન આશરે સાડા પાંચ તોલા જેની કિ.રૂ.૩,૯૪,૦૫૭/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.









