મોરબીમાં ગત તા ૧૭ ના રોજ મોરબી એસઓજી દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તાર માંથી એક ઇસમને રૂ.૬૮,૮૦૦ ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના ૬.૮૮૦ ગ્રામ ના જથ્થા અને મોબાઈલ તેમજ મોટરસાઇકલ મળી કુલ રૂ.૧,૫૩,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
જેમાં આ ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી સમીર ઇબ્રાહિમ ભાઈ અલવસીયા (ઉ.વ.૨૮ રહે.સુમરા સોસાયટી વિશિપરા મોરબી) વાળાનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી હાલમાં આરોપીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોરોન્ટાઈન કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ડ્રગ્સ કેસમાં હજુ એક ખાન નામના આરોપીનું નામ ખુલ્યું હોવાથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.


                                    






