Monday, January 13, 2025
HomeGujaratટંકારા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીનો જામીન પર છૂટકારો

ટંકારા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીનો જામીન પર છૂટકારો

ટંકારામાં ૧૦.૨૦ ગ્રામ મેફેડ્રોન (પાવડ૨) સાથે પકડાયેલ આરોપીનો જામીન માટે મોરબી જિલ્લા સેશન્સ કોર્ટમા કેસ ચાલતો હતો. જેનો આજે ચુકાદો આવ્યો છે. વકીલની ધારદાર દલીલ ધ્યાને લઈ કોર્ટે આરોપીને જામીન ૫૨ છુટકા૨ો આપ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસે ૧૦.૨૦ ગ્રામ મેફેડ્રોન (પાવડ૨) સાથે આરોપી જીતેન્દ્રભાઈ રામજીભાઈ પ્રજાપતી એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (બી) મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ અને તે આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મો૨બી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી .ઓઝાએ સુપ્રીમ કોર્ટ તથા  ગૂજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા નામદાર સેશન્સ જજ પી.સી.જોષી એ આરોપી જીતેન્દ્રભાઈ રામજીભાઈ પ્રજાપતી ને રૂા. ૧૦,૦૦૦/– ના શરતોને આધીન રેગ્યુલ૨ જામીન ૫૨ મુકત કરેલ છે. આ કેસમાં આરોપી જીતેન્દ્રભાઈ રામજીભાઈ પ્રજાપતી તરફે વકીલ મનિષ પી. ઓઝા તથા કું. મેનાઝ એ પ૨મા૨ રોકાયેલા હતા.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!