પોલ્ટ્રી ફાર્મના વેપારીના લેણા પેટે આપેલ રૂપિયા ૧,૪૮ લાખની રકમના ચેક રીટર્ન કેસમાં જોડિયા તાલુકાના પીઠડ ગામના આરોપીને વાંકાનેર કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. વધુમા રમણિક ચમનભાઈ પઢીયારને વાર્ષિક નવ ટકા લેખે વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ પણ આદેશ કરવામાં આવ્યો છે.
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના પોલ્ટ્રી ફાર્મના વેપારી ખુશ્બ પોલ્ટ્રી ફીડને મરઘાના ખોરાકના લેણા રૂપિયા ૧,૪૮,૯૭૦ નો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાયા બાદ તા .૧૧ / ૦૮ / ૨૦૧૭ ના રોજ રીટર્ન થતા ખુશ્બ પોલ્ટ્રી ફીડે તેના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં જોડિયા તાલુકાના પીઠડ ગામના રમણીક ચમન પઢીયાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જેમાં આરોપી હાજર ન મળતા કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ આ કેસ કોર્ટમાં ચાલી જતા વકીલ ફારૂક એસ. ખોરજીયાએ કરેલ દલીલોને માન્ય રાખીને આરોપી રમણીક ચમન પઢીયારને એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા ૧,૪૮,૯૭૦ વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ સહીત ચૂકવવાનો અને જો આ રકમ ન ચૂકવે તો આરોપીને વધુ છ માસની સજાનો હુકમ રાણાસાહેબે કરેલ છે આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા અને નાસીર એમ.જામ રોકાયા હતા.