રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ એસ.ઓ.જી. ચાર્ટર મુજબના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા ૧૮ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનનાં ઇપીકો કલમ-૪૦૯, ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૩૪, વિ.મુજબના ગુન્હામાં છેલ્લા ૧૮ માસથી નાસતો ફરતો આરોપી વિરલ હીમતભાઇ ઇસ્લાણીયા (રહે.મોરબી રવાપર ઘુનડા રોડ કુળદેવીપાન વાળી શેરી પ્રમુખ રેસીડેન્સી રોયલ પેલેસ-બી બલોક નં-૮૦૨) હાલ મોરબી બાપાસીતારામ ચોકમા આવેલ પ્રકાશપાન પાસે ઉભેલ છે અને આરોપીએ શરીરે કાળા કલરનો ફુલ બાઇનો પ્લેન શર્ટ તથા ગ્રે કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ છે. જે હકીકત મળતા મોરબી એસ.ઓ.જી. ટીમે સ્થળે જઇ વોચ કરતા હકીકત વાળો નાસતો ફરતો ઇસમ મળી આવતા તેને ગત તા.૧૪/૦૨/૨૦૨૪ ના સી.આર.પી.સી.કલમ ૪૧(૧) આઇ મુજબ હસ્તગત કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી કરવા સોપી આપ્યો છે.