Thursday, January 16, 2025
HomeGujaratમોરબી જેલમાં રહેલ આરોપીએ જામીન મેળવવા પત્નીનું બોગસ મેડીકલ સર્ટી રજૂ કર્યું

મોરબી જેલમાં રહેલ આરોપીએ જામીન મેળવવા પત્નીનું બોગસ મેડીકલ સર્ટી રજૂ કર્યું

મોરબીમાં એન.ડી.પી.એસ એકટના ગુન્હામાં જેલ હવાલે સજા ભોગવી રહેલા આરોપીએ જામીન મુક્ત થતા પત્નીના બોગસ મેડિકલ સર્ટી કોર્ટમાં રજૂ કરતા ભોપાળુ છતું થયુ હતું જેને લઈને બને વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સબ જેલ ખાતે સજા ભોગવતા આરોપી અહેમદ ઉર્ફે આમદો સતારભાઇ મેમણે વચ્ચગાળા ના જામીન પર મુક્ત થવા કોર્ટમા અરજી કરી હતી જેમાં પોતાની પત્નીની કોથળીનુ ઓપરેશન કરાવવાનુ ખોટુ કારણ આગળ ધરી અફસાનાબેન અહેમદભાઇ કાસમાણીએ પોતાની બીમારીને લઈને રાજકોટ સરકારી હોસ્પીટલનું ખોટુ મેડીકલ સર્ટી મેળવી કોર્ટમા રજુ કર્યું હતું. આ દરમિયાન સર્ટી બનાવતી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે પોલીસે બંને વિરુદ્ધ આઇ.પી.સી. કલમ-૪૬૫,૪૬૮,૪૭૧,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!