મોરબી જીલ્લા એસપી મુકેશ પટેલની સૂચના મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે કાર્યવાહી કરવામાં આવી રહી હતી. જે દરમિયાન ટંકારા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ પકડી પાડી કરી જીલ્લા જેલ ભાવનગર, હવાલે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસ દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રામનારાયણ મોબતારામ કાકડનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે ઇસમની સત્વરે અટકાયત કરવા ટંકારા પોલીસ દ્વારા ટીમ બનાવી રામનારાયણ મોબતારામ કાકડને ગઈકાલે તા-૦૮/૦૯/૨૦૨૫ ના રોજ પાસા એકટ તળે ડીટેઈન કરી જીલ્લા જેલ ભાવનગર ખાતે મોકલવામાં આવ્યો છે.