રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર યાદવે મોરબી જિલ્લાના નાસતા ફરતા અટક કરવાના બાકી આરોપીઓને પકડી પાડવા સૂચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી. દ્વારા હળવદ પોલીસ સ્ટેશનના ખાણ ખનીજના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની અસરકારક કામગીરી કરવા એલ.સી.બી. મોરબીના પી.આઇ. ડી.એમ. ઢોલને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અંગે અસરકારક કામગીરી કરવા પી.એસ.આઇ. કે.જે ચૌહાણ તથા એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડના માણસો કાર્યરત હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને હકિકત મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનનો ખાણ ખનીજના ગુન્હામાં સંડોવાયેલ અટક કરવાના બાકી આરોપી હાલ જુના પીપળી ગામ ચામુંડાના માતાજીના મંદિર પાસે હોવાની ચોકકસ અને ભરોસા પાત્ર હકિકત મળેલ હોય જે અનુસંધાને હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા હસમુખભાઇ કાનજીભાઇ પારેધી (રહે. જુના પીપળી ગામ તા.જી.મોરબી) નામનો આરોપી મળી આવતા તેને હસ્તગત કરેલ છે.