આરોપીને દબોચી લઇ ભોગબનનાર સગીરાને શોધી કાઢવામાં મોરબી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સફળતા મળી
મોરબી તાલુકાના થોરાળા ગામેથી આશરે પાંચ માસ પૂર્વે સગીરવયની બાળાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને દબોચી લેવામાં મોરબી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સફળતા મળી છે. કેસની વિગત મુજબ મોરબી જિલ્લાના થોરાળા ગામેંથી લગભગ પાંચ માસ પૂર્વે સગીરનું અપહરણ તથા આ અંગે મોરબી તાલુકા પોલીસના ચોપડે ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદનો આરોપી અને ભોગ બનનાર ભરૂચ જિલ્લાના વાલિયા વિસ્તારમાં આવેલ સિલુડી ચોકડી, ક્રિષ્નાનગર ખાતે રહી પશુ પાલનનો ધંધો કરતા હોવાની પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરતસિંહ ચાવડા, નંદલાલ વરમારાને કાને વાત પડતા પોલીસ દ્વારા બાતમી સ્થળે ભરૂચ જિલ્લામાં જુદી જુદી ટિમ મોકલી તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. જે તપાસમાં આરોપી કરસન હમીરભાઈ રાઠોડ (ઉ.વ.28) રહે. થોરાળા ઝડપાઇ જતા આરોપીને દબોચી લઇ ભોગબનનાર સગીરાને શોધી કાઢવામાં મોરબી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને સફળતા મળી છે. પોલીસે બંનેના કોરોના ટેસ્ટ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.