મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આસ. ઓડેદરાની સુચના તેમજ ડીવાયએસપી રાધીકા ભારાઇ તેમજ પીઆઈ બી.પી.સોનારાનાં માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પોલીસ સ્ટાફ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ, રસિકભાઇ હીરજીભાઇ ચાવડાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના અપહરણ/દુષ્કર્મના ગુનાનો નાસતો ફરતો આરોપી પ્રદિપકુમાર રામકુમાર યાદવ (ઉ.વ.૩ર, મુળ રહે. સનફેરવા તા.બાંસી જી,સિધ્ધાર્થનગર, ઉતરપ્રદેશ) વાળો હાલ મહારાષ્ટ્ર રાજયના ધુલે સીટીમાં માનિક નગર, અભય કોલેજની પાસે ભાડેથી મકાન રાખી રહેતો હોય જે બાતમીનાં અાધારે એ.એસ.આઇ. રસિકભાઇ એચ. ચાવડા તથા પો.હેડ.કોન્સ. મહાવિરસિંહ પરમાર તથા પો.કોન્સ. સમરથસિંહ ઝાલાની એક ટીમ બનાવી ધુલે સીટી મહારાષ્ટ્ર રાજયમાં તપાસમાં મોકલતા તપાસ દરમ્યાન આ ગુન્હાનો નાસતો ફરતો આરોપી પ્રદિપકુમાર રામકુમાર યાદવને બાતમી વાળી જગ્યાએથી ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.