Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી સબ જેલમા બંધ હત્યાના ગુન્હાના આરોપીએ પથરીના દુખાવાની વધુ પડતી દવા...

મોરબી સબ જેલમા બંધ હત્યાના ગુન્હાના આરોપીએ પથરીના દુખાવાની વધુ પડતી દવા ખાઈ લેતા તબિયત લથડી:સારવારમાં ખસેડાયો

મોરબી સબ જેલમાં ૩૦૨ ના ગુન્હામા સજા ભોગવી રહેલ આરોપીને પથરીનો દુખાવો ઉપડયો હતો જેની હાલ દવા ચાલુ છે. ત્યારે આરોપીએ દુખાવાના દવાની બે ટીકડીઓ વધુ ખાઈ લેતાં તબિયત લથડી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સબ જેલમાં આરોપીએ દવાના વધુ ટિકડા ખાઈ લેતા તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. મોરબી સબ જેલમાં ૩૦૨ ના ગુનામાં સજા ભોગવી રહેલા સુનિલ લાભુભાઈ કોટડીયા નામના કેદીને પથરીના દુખાવાની સમસ્યા હતી. જે દુખાવાની દવા ચાલતી હતી ત્યારે બે ગોળી વધુ ખાઈ લેતા તેનું રિએક્શન આવતા તબિયત લથડી હતી. ત્યારે જેલ પ્રશાસન દ્વારા પ્રથમ તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!