Friday, January 24, 2025
HomeGujaratમોરબીના પીપળી રોડે થયેલ ૨૯ લાખની લુંટના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા:દસ દિવસના...

મોરબીના પીપળી રોડે થયેલ ૨૯ લાખની લુંટના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા:દસ દિવસના રિમાન્ડ મંજુર

મોરબીમાં ગત તા.૧૫/૧૨/૨૦૨૨ ના સાંજના સમયે કારખાનાની રોકડ રકમ રૂ.૨૯,૦૦,૦૦૦/- લઇને પોતાના ઘરે જતા કેશીયર સાથે પોતાની કાર ભટકાડી દઈ તેની પાસેથી અજાણ્યા ત્રણ ઈસમોએ કડા રૂપીયા ભરેલ થેલો ઝુંટવી લૂંટ ચલાવતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ઘટનાની ગંભીરતા જાણી મોરબી ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી લુંટમાં ગયેલ મુદામાલ તથા લુંટ કરતી ગેંગના કુલ-૭ સભ્યોને પકડી પાડ્યા છે જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.

- Advertisement -
- Advertisement -

જે કેસમાં ઝડપાયેલ તમામ આરોપીઓ અર્જુનગીરી નારદગીરી ગોસાઇ, ભગવાન ઉર્ફે ભગો કરશનભાઇ આલ, દશરથ ઉર્ફે લાદેન જાલુભાઇ પરમાર, મહિપાલસિંહ ઉર્ફે મહીપતસિંહ અભેસંગ ગોહીલ, મયુરભાઇ ઉર્ફે મયુરસિંહ દિલીપભાઇ ડોડીયા, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા દિલીપસિંહ લીંબોલા, શકિતસિંહ ઉર્ફે ભાણો નીનુભા ગોહીલને મોરબી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટે દ્વારા તમામ આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!