રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા સૂચના કરતા તે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી. દ્વારા મોરબી સીટી બી પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતાફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ તા.૧૯/૦૧/૨૦૨૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધી મોરબી જિલ્લા વિસ્તારના પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગે સ્પેશિયલ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી એલ.સી.બી.ની ટીમને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસ સાધુ (રહે.યશોદાનગર નાની ચિરઇ ભચાઉ કચ્છ) હાલે મોરબી જિલ્લાના માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસે હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકતના આધારે તપાસ કરતા નાસતો ફરતો આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી મળી આવતા આરોપીને હસ્તગત કરી એલ.સી.બી.કચેરી ખાતે લાવી B.N.S.S. કલમ- ૩૫(૨),(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી મોરબી એલ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.આઇ.પટેલ, બી.ડી.ભટ્ટ તથા વી.એન પરમાર પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા પેરોલ ફર્લો સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.