વાંકાનેર તાલુકાનાં ઢુંવા વિસ્તારમાં વાહન ચોરી તથા લુંટની કોશિશનાં ગુનામાં ફરાર આરોપીને પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ
મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદારાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ લુંટ, વાહન ચોરી તથા અન્ય ગુનામાં ફરાર આરોપીઓ પકડી પાડવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આર.પી.જાડેજા, એલ.એન.વાઢીયા અને સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વાંકાનેર તાલુકાનાં ઢુંવા નજીક વાંકાનેર તાલુકા પીએસઆઈ આર. પી. જાડેજા, તથા એલ.એન.વાઢીયા અને સ્ટાફના પોલીસ હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજા, એલ.એમ.બારૈયા, બળદેવસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, પોલીસ કોન્સ.હરીચંન્દ્રસિંહ ઝાલા, અશ્વીનભાઇ રંગાણી અજયસિંહ ઝાલા, દર્શીત વ્યાસ, અકિલ બાંભણીયા સહિતની ટીમે વોચ ગોઠવી ઢુંવા ચોકડી પાસેથી રોહિતભાઇ લાલાભાઇ (સવજીભાઈ) કાનાણી ઉ.વ.૧૯ (રહે. હાલ મોરબી શનાળા બાયપાસ, આનંદ નગર મુ.રહે. ખારવા ચોકડી, આઈટીઆઈ પાસે ઝુંપડામાં,ધ્રોલ જી. જામનગર) વાળાને પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ઈ.પી.કો કલમ ૩૭૯ તથા ૩૯૪,૧૧૪ અન્વયે ગુના નોંધાયેલ છે. આરોપીનો કોવીડ-૧૯ નો રીપોર્ટ નેગેટીવ આવતા તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.