મોરબી તાલુકા પોલીસ મથકમાં છેલ્લા છ વર્ષથી ખૂનના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપીને મધ્યપ્રદેશ રાજ્યમાંથી પકડી પાડવામાં આવ્યો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં ખૂન નાં ગુન્હામાં સંડોવાયેલ આરોપી વિનોદ ઉર્ફે વિનું ધનાભાઈ ડામોર ઉ.વ.૨૮ વાળો રતલામ જિલ્લા ના જાવરા ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હોઈ ત્યારે એલસીબી ની ટીમ દ્વારા રેઇડ કરી આરોપી વિનોદ ઉર્ફે વીનું ધનાભાઇ ડામોર ને પકડી પાડવામાં આવ્યો છે. બાદ તેને મોરબી તાલુકા પોલીસને સોંપવા માટેની કામગીરી હાથ ધરી છે.