મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે મોરબી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ચૌહાણ ઇન્ચાર્જને સુચના આપતા આ અંગે કામગીરી કરતા દરમિયાન મોરબીની એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કવોડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ અને બળાત્કારના ગુન્હામા છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. પી.એસ.આઇ.એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાના કામના નાસતા ફરતા મૂળ યુપીના ઇટાવાના તુલશીઅડા ગામેં આવેલ ફ્રેન્ચ કોલોની સિવિલ લાઇનના રહેવાસી અને હાલ હરીપર ગામની સીમ આઇકોલેકસ કારખાનામા રહેતા આરોપી રવી ઉર્ફે કૈલાસ ઉર્ફે ગુડુ નાગરને આજરોજ હરીપર ગામની સીમ આઇકોલેકસ કારખાનામાથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ કરેલ છે.