મોરબીમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ કરવાના તેમજ એટ્રોસીટીના કેસના આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલાની અટક કરવામાં આવી હતી. જે કેસમાં મોરબીની નામદાર એડીશનલ સેસન્સ કોર્ટમાં આરોપી દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજીની સુનવણી થતા એડવોકેટ વિવેક કે.વરસડાએ ધારદાર દલીલ કરી આરોપીને ખોટી રીતે ગુનામાં ફસાવવામાં આવ્યો છે. અને સાક્ષી કે પુરાવા સાથે હેમ્પર કે ટેમ્પર કરશે નહી. જે બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ કોર્ટ દ્વારા આરોપીને જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરીયાદ દાખલ કરાઈ હતી કે, રાહુલ મેહુલભાઈ ખુંગલાએ યુવતી અનુસુચીત જાતીની હોવાની જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી અને ફરીયાદી સાથે શરીરસબંધ બાંધી ફરીયાદી સાથે લગ્ન નહી કરી ગુન્હો કર્યો હોવાની આરોપી વિરૂધ્ધ ફરીયાદ બી.એન.એસ. એકટ ની કલમ. ૬૯, ૩૫૨ તથા એટ્રોસીટી એકટ ની કલમ. ૩(૧)(આર), ૩(૧)(એ), ૩(૨)(વી-એ) મુજબ દાખલ થઇ હતી. જેને લઇ આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલાની ધરપકડ કરવામાં આવી હતી. અને આરોપીની નામદાર એડીશનલ સેસન્સ કોર્ટ (સ્પેશીયલ એટ્રોસીટી કોર્ટ)માં આરોપીની જામીન અરજી મોરબીના યુવા ધારાશારત્રી વિવેક કે. વરસડા મારફત દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજીની સુનવણી થતા આરોપી પક્ષના એડવોકેટે દલીલ કરેલ હતી કે, આરોપીને ખોટી રીતે ગુનામાં ફીટ કરી દેવામાં આવ્યો છે. અને સાક્ષી કે પુરાવા સાથે હેમ્પર કે ટેમ્પર કરશે નહી. અને ધારદાર દલીલ કરેલ હતી. અને ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કાર્ય હતા. જે બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપીને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલા તરફે એડવોકેટ તરીકે મોરબીના યુવા ધારાશાસ્ત્રી વિવેક કે. વરસડા, જય જે. કગથરા, રાહુલ બી. બસીયા, રાહુલ એન. ગોલતર, તથા સહાયક તરીકે મનોજ ડી. ગડચર, યસ એ. મોરડીયા રોકાયેલા હતા.