મોરબીમાં ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ ચેકની બમણી રકમ રૂ. ૧૦,૦૧,૧૭૦ નો દંડ અને ફરિયાદ તારીખ થી વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે તથા દંડ ભરવામાં કસુર થયે વધુ ૯૦ દિવસની સાદી ફટકારી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના હરિપર ગામે આવેલ સ્કાજેન વીટ્રીફાઈડ પ્રાઇવેટ લીમીટેડ પાસેથી આરોપી ઈમીલીયા એક્ષ્પોર્ટના પાર્ટનર જીગ્નેશભાઈ જગજીવનભાઈ ગાંભવા અને કિશોરભાઈ વરજાંગભાઈ સોલંકીએ ટાઈલ્સની ખરીદી કરી હતી. જેની બાકી રહેતી લેણી રકમ પૈકી રૂ. ૬,૨૫,૫૮૫ માટે બેંકનો ચેક આપ્યો હતો. આ ચેક રીટર્ન થતા ફરીયાદીએ આરોપીઓ સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળની ફરીયાદ મોરબીના ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ એ.એન.વોરા સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૦ ની સાલમાં દાખલ કરાવ્યો હતો.
જે ફરિયાદની ટ્રાયલ દરમ્યાન ૧,૨૫,૦૦૦ની ચુકવણી કરી આપી હતી અને બાકીની રકમ ચુકવવામાં હાથ ઊંચા કરી દેતા ટ્રાયલ ચાલી જતા ઈમીલીયા એક્ષ્પોર્ટના બંને પાર્ટનરોને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ કેસની આખરે બાકી નીકળતી રકમ રૂ. ૫,૦૦,૫૮૫ ની બમણી રકમ રૂ. ૧૦,૦૧,૧૯૦ નો દંડ તેમજ ફરિયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯ ટકા વ્યાજ સહીત રકમ ચૂકવી આપવા તથા દંડ ભરવામાં કસુર થયેથી વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.