Friday, December 27, 2024
HomeGujaratકારમાં 600 લીટર દેશી દારૂ ભરી ખેંપ મારવા જતો આરોપી ટંકારા પોલીસની...

કારમાં 600 લીટર દેશી દારૂ ભરી ખેંપ મારવા જતો આરોપી ટંકારા પોલીસની ઝપટે ચડ્યો: કાર, સહિત 2.12 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ટંકારા પોલીસે બાતમી આધારે 600 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૧૨૦૦૦ના જથ્થા તથા સ્વીફ્ટ કાર કિંમત ૨૦૦૦૦૦ ના મુદ્દામાલ સાથે ત્રાજપર ગામના એક આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ આરંભી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળતા પોલીસે રેઇડ કરી મારૂતી સુઝૂકી સ્વીફ્ટ કંપનીની કાર નંબર- GJ – 10 – AC 772 મા દેશીદારૂ ભરેલા બાર બચકા, કુલ મળીને ૬૦૦ લીટર જેની કિંમત રૂપિયા ૧૨૦૦૦ તથા સ્વીફ્ટ કારની કિમત ૨૦૦૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ ૨૧૨૦૦૦ સાથે આરોપી રવિ હેમંતભાઈ કુવરીયા (ઉ.વ .૨૫) પટેલ પાનની પાછળ ત્રાજપર, મોરબીવાળાને દબોચી લીધો હતો.આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી મનસુખભાઈ કોળીએ દારૂનો જથ્થો આપ્યો હોવાનું ખુલતા પોલીસે આ ફરાર શખ્સને પકડી પાડતા કવાયત હાથ ધરી છે.

આ કામગીરી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી રાધીકા ભારાઇ, બી.પી.સોનારાના માર્ગદર્શનથી પીએસઆઇ બી.ડી.પરમાર, પોલીસ હેડ કોન્સટેબલ આઈ.ટી.જામ, કોન્સ્ટેબલ હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિહ અર્જુનસિહ સહિતનો દ્વારા કરાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!