વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં.૦૨માં જુના મનદુઃખનો ખાર રાખી આરોપીએ યુવાનને બે કટકે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરની લક્ષ્મીપરા સોસાયટીમાં રહેતા ફીરોઝભાઇ અયુબભાઇ પીપરવાડીયા (ઉ.વ.૩૦)ના ભાઇને આરોપી જાકીર ઉર્ફે રાધે નુરમામદભાઇ મકવાણા સાથે જુનુ મનદુખ ચાલતુ હતું. આ મનદુઃખનું વેર વળવા જેનો ખાર રાખી આરોપી જાકીરે પોતાના મકાનના રવેશમાંથી ફીરોઝભાઇ તથા સાહેદને બેફામ ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફીરોઝભાઇ અયુબભાઇ પીપરવાડીયા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.









