Saturday, November 2, 2024
HomeGujaratવાંકાનેરમાં છેતરપિંડીના ગુન્હામાં જેલમાંથી પેરોલ મેળવી ફરાર થયેલ આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

વાંકાનેરમાં છેતરપિંડીના ગુન્હામાં જેલમાંથી પેરોલ મેળવી ફરાર થયેલ આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો

રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની સુચના મુજબ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ સૂચન કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એલ.સી.બી. દ્વારા વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કેદી વચગાળાના જામીન ઉપર ફરાર થયેલ હોય જેને મહારાષ્ટ્ર ખાતેથી પકડી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, વાંકાનેર સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૫/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૬,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦બી વિ.મુજબના ગુન્હાનો મોરબી જેલમાં રહેલ કેદી નંબર-૧૨૦/૨૦૨૩ રમેશ રામસુભોગ પ્રજાપતીએ નામનાદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતેથી ૦૮ દિનના વચગાળાના જામીન મેળવી તા.૨૮/૦૨/૨૦૨૪ ના રોજ જેલ મુકત થયેલ હોય જે કેદીને રજા પૂર્ણ થતાં તા.૦૭/૦૩/૨૦૨૪ ના રોજ જેલ ખાતે પરત હાજર થવાનુ હોય પરંતુ કેદી હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ જે કાચા કામનો કેદી રમેશભાઇ રામસુભોગ પ્રજાપતી (મુળ ગામ રામલક્ષણ તા.રૂદ્રપુર જી.દેવરીયા) મહારાષ્ટ્ર રાજયના થાણે જિલ્લાના ઉલ્હાસનગર ખાતે હોવાની હકીકત મળેલ હોય જે હકિકત આધારે મોરબી એલ.સી.બી.ની પેરોલ ફર્લો સ્કોડ દ્વારા તપાસ કરતા રમેશભાઇ પ્રજાપતી મળી આવતા તેને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!