Thursday, October 10, 2024
HomeGujaratહળવદ કોર્ટ પાસે ફાયરિંગ કરનાર અને અગાઉના ખુનના ગુન્હામાં જેલમાંથી વચગાળાના જામીન...

હળવદ કોર્ટ પાસે ફાયરિંગ કરનાર અને અગાઉના ખુનના ગુન્હામાં જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપી ઝડપાયો

મોરબી સબ જેલમાં ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાંથી ફરાર થઈ ગયો હતો. તેમજ જામીન ના સમયગાળા દરમિયાન હળવદ કોર્ટ પાસે ફાયરીંગ કરી ખુની હુમલો કરી તે ગુનામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીને પકડી પેરોલ ફર્લો સ્કવોડ / ક્રાઇમ બ્રાન્ચ મોરબી દ્વારા જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ સુચના મુજબ રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટે ખાસ ઝુંબેશનુ આયોજન કરી એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને કામગીરી અસરકારક રીતે કરવા માટે જરૂરી માર્ગદર્શન તેમજ સુચના કરતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન.પરમાર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીના સ્ટાફના માણસો કામગીરી કરી રહ્યા હતા. ત્યારે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના ASI વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, HC દશરથસિંહ ચાવડા, PC ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી કે, હળવદ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ ગુ.ર.નં.૧૨૪/૨૦૧૪ (સેસન્સ કેશ નં-૫૮/૨૦૧૬) આઇ.પી.સી.કલમ-૩૦૨,૩૨૬,૫૦૪,૧૨૦બી, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ વિ. મુજબના ગુનાના કાચા કામના કેદી નંબર-૨૮૨/૨૦૨૧ રાજેશભાઇ મનજીભાઇ ભોરણીયા રહે. જુના દેવળીયા મોરબી વાળો મોરબી જેલમાં હોય જેના નામદાર સેસન્સ કોર્ટ મોરબી દ્વારા તા.૦૪/૦૫/૨૦૨૧ થી તા.૧૨/૦૫/૨૦૨૧ સુધીના વચગાળાના જામીન મંજુર કર્યા હતા. જેને આધારે આરોપીએ તા.૧૦/૦૫/૨૦૨૧ ના રોજ જેલ મુકત થયો હતી અને આરોપીને તા.૧૨/૦૫/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ કાચા કામનો કેદી વચગાળાના જામીન પરથી પરત જેલમાં હાજર નહિ થતાં છેલ્લા સાડા ત્રણેક વર્ષથી જેલ ફરાર હતો. જે આરોપીએ જામીન પર હોવા છતાં તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ હળવદ કોર્ટ પાસે ફરીયાદી પ્રદ્યુમનસિંહ દશરથસિંહ પરમાર તથા તેમના ભાઇ પંકજસિંહ દશરથસિંહ પરમાર હળવદ કોર્ટે મુદતે આવ્યા હતા. તે દરમિયાન કાચા કામનો જેલ ફરારી આરોપી તથા પોતાના દિકરા પ્રેમ સાથે મળી ફરીયાદી તથા તેમના ભાઇ ઉપર હથિયાર વડે ફાયરીંગ કરી ખુનની કોશીષનો ગંભીર પ્રકારનો ગુનો આચરી નાશી ગયો હતો. જે અંગે હળવદ પો.સ્ટે. ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૦૮૭૨/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૩૦૭,૧૧૪, ૧૨૦ બી, તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧-બી) (એ), ૨૭,૨૯ મુજબનો ગુનો રજિસ્ટર થતાં તે ગુનામાં પણ નાસતો ફરતો અને જેલ ફરારી આરોપી મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાના ફુલમાલ પોલીસ ચોકી વિસ્તારમાં આવેલ પીપલીયાવાત ગામ ખાતે હોવાની બાતમી મળતાં વી.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કોવડ મોરબી સાથે પોલીસ ટીમને મધ્ય પ્રદેશ રાજયમાં તપાસ માટે મોકલી તે ગામે જઈ તપાસ કરતા કાચા કામનો કેદી રાજેશભાઇ ઉર્ફે મુન્નો મનજીભાઇ ભોરણીયા (પટેલ) ઉ.વ. ૪૨ વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી સબ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આમ, ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલ ફરાર હોય તેમજ હળવદ કોર્ટ પાસે ફાયરીંગ કરી ખુની હુમલો કરી તે ગુનામાં નાસતા ફરતા/પેરોલ જમ્પ આરોપીને પકડી પાડવામાં પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બીને સફળતા મળી છે.

જેમાં એમ.પી.પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી, PSI કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!