મોરબી શહેરમાં વર્ષ ૨૦૨૧માં પત્નીને છોડી દેવાનું કહેતા પત્નીને નહિ છોડનાર પતિને આરોપી દ્વારા ઘરમાં ઘુસી છરી વડે શરીર પર આડેધડ ધા મારી મૃત્યુ નીપજાવ્યું હતું. જેનો ગુન્હો દાખલ કરાયો હતો જેનો કેસ ચાલતા મોરબી બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુધ્ધ સાહેબ દ્વારા આરોપી સરફરાઝ ફિરોજભાઈ શાહમદારને આજીવન કેદની સખ્ત સજા તથા બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ની રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના તા. ૧૫-૧૦-૨૦૨૧ ના રોજ આરોપી સરફરાજ ફિરોજભાઈ શાહમદરેટ ફરીયાદીના નાનાભાઈ ઈમરાનની પત્ની ગમતી હોય અને તેથી તેની પત્ની સાથે સબંધ છોડી દેવાનું આરોપી દ્વારા જણાવ્યું હતું. જે મૃત્યુ પામનાર ઈમરાને ના પાડી દેતાં તેનો ખાર રાખી આરોપીએ ઈમરાનના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ઈમરાન ઉમરભાઈ કાથરાણીને છરી વડે શરીર ઉપર આડેધડ ધા મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી મૃત્યુ નિપજાવ્યું હતું. જે ગુન્હાને લઇને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો હતો. તેનો કેસ ચાલતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે મોરબી દ્વારા નવ મૌખિક પુરાવા અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુધ્ધ સાહેબની મોરબી કોર્ટે આરોપી સરફરાઝ ફિરોજભાઈ શાહમદારને આજીવન કેદની સખ્ત સજા તથા બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ની રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે.