મોરબીના દલવાડી સર્કલ નજીક પ્રધાન મંત્રી આવાસ યોજનામાં રહેતા આરોપીએ પોતાના ઘરે કચરા પોતા અને ઠામ વાસણ ધોવાનું કામ કરવા આવેલ માનસિક અસ્થિર મગજની યુવતીનો એકલતાનો લાભ લઇ બળજબરી પૂર્વક જાતીય સોષણ કરવામાં આવ્યું હતું. જે બાબતે તા. ૦૮/૦૭/૨૦૨૨ રોજ ફરિયાદ દાખલ કરાઈ હતી. જે કેસમાં આજરોજ એટ્રોસિટી સ્પેશિયલ જજ અને મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ. બુધ્ધ સાહેબ દ્વારા આરોપીને આજીવન કેદની સજા અને ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે..
મળતી માહિતી અનુસાર, મોરબીના દલવાડી સર્કલ પાસે કેનાલ રોડ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રૂમ નં ૬ આરોપીના રહેણાક મકાને આરોપીએ ૨૩ વર્ષીય (ભોગ બનનાર યુવતી અસ્થિર મગજની અને અનુસૂચિત જાતિની હોવાનું જાણતો હોવા છતાં આરોપીએ ઘરે કચરા પોતા અને ઠામ વાસણ ધોવાનું કામ કરવા આવેલ દીકરીનો એકલતાનો લાભ લઇ ફરિયાદની તા. ૦૮/૦૭/૨૦૨૨ થી ત્રણેક મહીના પહેલા દિવસના સવારના અગિયારે વાગ્યાના અરસામાં મરજી વિરૂદ્ધ જાતીય હુમલો કરી ગર્ભવતી બનાવી ગુન્હો આચાર્યો હતો. જે બાબતે ગુન્હો દાખલ થતાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં બળાત્કાર સંબંધીત મેડીકલ સેમ્પલનું ગર્ભનું ડી.એન.એ સેમ્પલ મેળવી રાજકોટ પ્રયોગ શાળા ખાતે મોકલ્યા છે જેનો પૃથ્થકરણ અહેવાલ આવવાનો બાકી છે. જે કેસમાં સરકારી વકીલ સંજય દવે દ્વારા ધારદાર દલીલો કરી આરોપી વિરૂદ્ધ ૧૧ મૌખિક અને ૩૪ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. જે પુરાવાને આધારે એટ્રોસિટી સ્પેશિયલ જજ અને મોરબીના બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ. બુધ્ધ સાહેબ દ્વારા આરોપી જયેશ ઉર્ફે લાલો અશ્વિનભાઈ મીરાણીને સ્પેશિયલ એટ્રોસીટી કેસ કલમ ૩૭૬ (૨) (એલ)માં આજીવન સખ્ત કેદની સજા અને બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ એટ્રોસિટી કલમ ૩ (૧) (ડબલ્યુ) (૧), ૩ (૨)(૫)માં દસ વર્ષની સખત કેદની સજા અને એક લાખનો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડ ભરવામાં કસુર કરે તો વધુ ત્રણ વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આમ, આરોપીને એક્ટ્રો સીટી કેસ અંતર્ગત કુલ ત્રણ લાખ રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જે ત્રણ લાખની રકમ ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.