મોરબીની મહેંન્દ્રનગર ચોકડી નજીક ટ્રાવેલ્સ અટકાવી આરોપીએ શેઠ સાથે ફોનમા વાત કરાવા બાબતે બોલાચાલી કરીને ટ્રાવેલ્સ ચાલકને ગાળો આપી હતી. અને લાકડાના ધોકા વડે કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મહેંન્દ્રનગર ચોકડી નજીકથી ઈશરારામ ખેતારામ ગોદારા (ઉ.વ.૨૧ ધંધો-ડ્રાયવિંગ રહે.પોસાલ તા.ચૌટન જી.બાડમેર, રાજસ્થાન) પોતાની ટ્રાવેલ્સ રજી.નં.આર.જે.૩૯ પી.એ.૧૭૬૭ લઈને જઇ રહ્યા હતા આ દરમિયાન આરોપી યુવરાજસિહ મહાવીરસિહ રાણા અને તેનો ભાઈ જયદેવસિહ ત્યાં ઘસી આવ્યો હતો અને ટ્રાવેલ્સ અટકાવી રખાવી શેઠ સાથે ફોનમા વાત કરાવા બાબતે બોલાચાલી કરી હતી ત્યારબાદ ગાળો આપી આરોપી યુવરાજે તેના ભાઈ જયદેવસિહ પાસેથી લાકડાનો ધોકો લઈ ટ્રાવેલ્સનો મેઈન કાચ તોડી નાખ્યો હતો. આ ઉપરાંત બન્ને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ઈશરારામ ખેતારામ ગોદારાએ આરોપી યુવરાજસિહ મહાવીરસિહ રાણા અને જયદેવસિહ મહાવીરસિહ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધી તાપસ હાથ ધરી છે.