મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયા બાદ આરોપીની અટકાયત કરતા આરોપી વતી વકીલ નિતિન બી. પાડલીયા રોકાયા હતા. જેમણે ધારદાર દલીલો કરતા તમામ દલીલના અંતે પોકસો કોર્ટ દ્વારા આરોપીને ભારતીય દંડ સહિતાની કલમ હેઠળ શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ આરોપી રૂપસીહ મહેન્દ્રભાઇ ડોડવા વિરૂદ્ધ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આરોપી સગીરવયની દીકરીને લલચાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપીને, શરીર સંબંધ બાંધવાના ઇરાદે અપહરણ કરીને ભગાડી ગયો છે. જેથી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો અને પોલીસે આરોપી રૂપસિંહ મહેન્દ્રભાઇ ડોડવાની ધરપકડ કરી હતી.જે કેસમાં આરોપી વતી વકીલ તરીકે નીતિન બી પાડલીયા રોકાયા હતા.ફરિયાદી પક્ષે ભોગ બનનાર, ભોગબનનારના માતા-પિતા, તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટરો, પોલીસ, તપાસ અધિકારી, વગેરેની જુબાની લેવામાં આવી હતી.તમામ પુરાવના અંતે આરોપીના વકીલ દ્વારા એવી ધારદાર દલીલ કરવામાં આવી કે ફરિયાદી દ્વારા આરોપીને ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દઈ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. આરોપી તદન નિર્દોષ છે. જ્યારે બચાવ પક્ષે આરોપીએ કોઈ ગુનો કરેલ હોય તેવા કોઈ તત્વો ફલિત ન થતાં હોય ત્યારે આરોપીને નિર્દોષ છોડી મૂકવો જોઈએ.જેથી શંકા સાબિતીનું સ્થાન ન લઈ શકે.ફરિયાદી દ્વારા કેસ શંકા રહિત સાબિત કરવો જોઈએ તે કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. જેથી આરોપીને સજા ન થઈ શકે. તેવી તમામ દલીલના અંતે પોકસો કોર્ટ દ્વારા આરોપીને ભારતીય દંડ સહિતાની કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨), (જે), (એન), ૩૭, ૬(૩) તથા પોકસો એક્ટ ની કલમ ૫(એલ), ૬, ૧૮, મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.જે કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ નીતિન બી પાડલીયા તથા જુનિયર વકીલ તરીકે ધ્રુવ અઘારા રોકાયા હતા.