Tuesday, September 17, 2024
HomeGujaratછ વર્ષ પહેલા દુકાને બેસવા બાબતે થયેલ એટ્રોસીટી તથા મારામારીના કેસમાં તમામ...

છ વર્ષ પહેલા દુકાને બેસવા બાબતે થયેલ એટ્રોસીટી તથા મારામારીના કેસમાં તમામ આરોપીઓનો નીર્દોષ છુટકારો

છ વર્ષ પહેલા એટલે કે, તા ૨૫/૦૩/૨૦૧૬ ના રોજ આ કેસના ફરિયાદીના દીકરાને અમુક ઈસમો સાથે દુકાને બેસવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ હોય જેનો ખાર ફરીયાદી તથા તેના પરિવારજનો અનુસચીત જાતીના હોવાનું જાણવા છતા આરોપીઓએ ફરીયાદીના ઘરના ફળીયામાં પ્રવેશ કરી ફરીયાદી તથા તેના પરિવારજનોને ગાળો આપી મૂંઢ માર મારી ફરીયાદીને તથા દીકરાને શરીરે મંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ટંકારા પોલીસ પોલીસ મથકે મનીષ ઉર્ફે મુન્નાભાઈ સદરજીભાઈ રંગપરીયા, દીનેશ ઉર્ફે દાનો સુંદરજીભાઈ રંગપરીયા, વીરજી ઉર્ફે વીરો કેશવજીભાઈ રંગપરીયા વિરુદ્ધ ગુનો નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આરોપીઓ વીરઘ્ધ આઈ.પી.સી. કલમ ૩૨૩ વીગેરે તથા જી.પી એક્ટની કલમ ૧૩૫ તથા અનુ. જાતી જનજાતી(અત્યાચાર નીવારણ) સુધારણા અધી.૨૦૧૫ ની કલમ– ૩ વીગેરે મજબ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેશ અત્રેના એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં શરૂ થયેલો હતો. જેમાં તમામ આરોપી વતી મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ અગેચાણીયા રોકાયેલ હતા. ત્યારે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા પરિવારજનો તેમજ સ્થાનિકો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી, અને ફરીયાદી પક્ષના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને બનાવમાં ઈજા પામનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!