મોરબીના સેશન કોર્ટમાંથી હળવદ તાલુકાના ચૂંટણી ગામમાં પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરનાર ગુનામાં પતિ અનિલભાઈ ગોવિંદભાઈ મકવાણા તથા જાગૃતિબેન કાળુભાઈ રાઠોડના નિર્દોષ છોડવાનો હુકમ મોરબી સેશન કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. એમાં વકીલ તરીકે મોરબી જિલ્લાનાં સિનિયર વકીલ દિલીપ આર અગેચાણીયા રોકાયા હતા.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસમાં તા.૨૫/૧૦/૨૦૧૮ ના રોજ ફરીયાદીની દીકરી હેતલબેનનાં આરોપી પતિ અનીલભાઈ ગોવિંદભાઈ મકવાણાએ આરોપી જાગૃતી કાળુભાઈ સાથે લગ્ન બહારના જાતીય સબંધ રાખ્યા હતા જે મરણજનાર ને જાણ થતાં આરોપીઓએ એકસંપ કરી એકબીજાને મદદગારી કરી આરોપી જાગૃતી કાળુભાઈએ આરોપી અનિલભાઈને ચડામણી કરી ઝગડાઓ કરી મરણજનાર ને નાની નાની બાબતે મેણા ટોણા મારી અસહય માનસીક તથા શારીરીક ત્રાસ આપતાં ફરિયાદીની દીકરીથી સહન નહિ થતાં મરણ જનાર હેતલબેને પોતાના ઘરે બાથરૂમમાં આખા શરીરે કેરોસીન છાંટી સળગી મૃત્યુ પામ્યા હતાં. જેમાં ફરિયાદીની ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. જે કેસ મોરબીના બીજા એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ વી.એ.બુધ્ધ સાહેબની કોર્ટમાં ચાલેલ અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપ આર. અગેચાણીયા રોકાયેલા હતા. આ કામે ફરીયાદ પક્ષે ફરીવાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરિયાદ પક્ષે ફરીવાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ, ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદ્દન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયા સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ ગુજરનારને સતત અને એકધારો દુખ-ત્રાસ હોય અને મરવા સીવાય બીજો કોઈ વિકલ્પ ન હોય તોજ આ સેકસન નીચે ગુનો બને અને વધુમાં નામ.સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદ્દન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી એ ધારદાર દલીલ કરેલી જે દલીલો આધારે મોરબી સેશન કોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરાયો હતો. એમાં વકીલ તરીકે મોરબીના સિનિયર વકીલ દિલીપ આર અગેચાણીયા, જીતેન ડી અગેચાણીયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીઝુવડિયા અને ક્રિષ્ના જારિયા રોકાયા હતાં.