પીજીવીસીએલ દ્વારા હળવદ તાલુકાના કવાડિયા ગામે ધીરુભાઈ ડોડીયા ના રહેણાંક મકાનમાં વીજ ચોરીની તપાસ કરી વીજ ચોરીની ફરિયાદ GUVNL માં પોલીસ સ્ટેશન રાજકોટમાં દાખલ કરાઈ હતી. જે કેસ સ્પેશયલ કોર્ટે માં ચાલતા પુરાવાને ધ્યાનમાં રાખીને સ્પેશયલ જજ વી. એ.બુધ્ધ સાહેબની કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાનાં કવાડીયા ગામે ધીરૂભાઈ જેમુભાઈ ડોડીયાના રહેણાંક મકાને પી.જી.વી.સી.એલ કચેરીનાં અધિકારીએ વીજ ચેકીંગ કરી રૂા. ૨,૫૬,૮૯૭.૮૦ પૈસાની વીજ ચોરી કર્યાની ફરીયાદ GUVNL પોલીસ સ્ટેશન રાજકોટમાં વીજળી અધિનિયમ ૨૦૦૩ની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાવ્યો હતો. જે ગુન્હાની તપાસ કરી તેનું સ્પેશ્યલ ઈલેકટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાર્જશીટ દાખલ કરતા તે કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલતા પ્રોસીકયુશન તરફે પાંચ સાહેદોનાં મૌખિક પુરાવા અને ૭ (સાત) દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ તેમજ આરોપી ધીરૂભાઈ જેમુભાઈ ડોડીયાનાં એડવોકેટ એચ. એન. મહેતા રહે. મોરબી વાળાની ધારદાર દલીલો ધ્યાને સ્પેશ્યલ જજ વી. એ. બુધ્ધ સાહેબે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.