મોરબીમાં ૧૧ અને વાંકાનેરમાં એક કોન્ટ્રાકટર સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી અટકાયત કરાઈ
મોરબી: મોરબી અને વાંકાનેરના સીરામીક એકમોના માલિકો અને કોન્ટ્રાકટરોને સલામતી માટે પોલીસે બનાવેલી એપ માં મજૂરોની નોંધ કરવાની કડક સૂચના જાહેર કરી હોવા છતાં તેનું ઉલ્લંઘન થતા પોલીસે આવા ઉધોગકારો અને કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરી છે અને મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકોની વિગતો જાહેર ન કરનાર વધુ ૧૨ સામે કાર્યવાહી કરી છે.જેમાં મોરબીમાં ૧૧ અને વાંકાનેરમાં એક કોન્ટ્રાકટર સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી અટકાયત કરાઈ છે.
મોરબી તાલુકા પોલીસે ચિરાગભાઇ જીવરાજભાઇ અઘારા, રહે-ગામ-ભડીયાદ, સુમિતભાઇ ભરતભાઇ રામાણી, રહે. મોરબી, રવાપર રોડ, મહેન્દ્રભાઇ રતીલાલભાઇ સોરીયા, રહે-ઘુટુ જનકપુરી સોસાયટી, ચંદ્રેશભાઇ સવજીભાઇ કુંડારીયા, રહે-ગામ નીચી માંડલ, વિમલભાઇ રમેશભાઇ સરસાવાડીયા, રહે-જીવાપર (ચકમપર) તા-જી-મોરબી સામે, જયપ્રકાશ રામસમુજ પાસવાન,નરહે. લાલપર, તા.જી.મોરબી, વિપુલભાઇ મગનભાઇ ડઢાણીયા, રહે. ખરેડા, મીલનભાઇ હિતેન્દ્રભાઇ જાની, રહે-મોરબી દરબાર ગઢ નાની મધાણીની શેરી તા.જી મોરબી, કીરીટભાઈ વેલાભાઇ વાઘેલા, રહે. મીંગલપુર ગામ ધોલેરા, અમદાવાદ તા.ધોલેરા જી.અમદાવાદ, મુળજીભાઈ જયંતીભાઇ કોળી, રહે. ઓરીએંટ બેંક શેરી ત્રાજપર તા.જી.મોરબી, ભરતભાઈ મનજીભાઈ ફેફર રહે.શકત શનાળા તા.જી.મોરબી અને નિલેશભાઇ પ્રભુભાઇ વિંજવાડીયા, રહે.ઓળ તા.વાંકાનેર જી.મોરબી વાળા સામે તેમના કારખાનામાં તેમની નીચે કામ કરતા પરપ્રાંતીય મજૂરોની પોલીસની નવી એપ માં નોંધ ન કરાવી જાહેરનામાંનો ભંગ કરતા આ તમામની અટકાયત કરાઈ હતી.