મોરબી જીલ્લામાં જાહેરનામાના ભંગ બદલ જીલ્લા પોલીસની કાર્યવાહી યથાવત રાખી વધુ ચાર ગોડાઉન-માલીકો અને કારખાનેદાર વિરુદ્ધ પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અંગેના નિયમોનું ઉલ્લંઘન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મોરબી શહેર, ગ્રામ્ય તેમજ વાંકાનેર તાલુકા પંથકમાં જાહેરનામાના ભંગ બદલ ચાર ઇસમોની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં મોરબી-૨ મહેન્દ્રનગરમાં સમર્પણ હોસ્પિટલ સામે આવેલ ગોડાઉનના માલીક વાસુદેવભાઇ પરસોતમભાઇ ગામી ઉવ-૪૫ તથા મોરબી-૨ શિવમ હોસ્પિટલ પાછળ આવેલ ગોડાઉનના માલીક અશોકભાઈ બેચરભાઈ ચારોલા જાતે ઉવ.૪૭ એમ બંને આરોપીઓએ પોતાના કબ્જા ભોગવટાવાળા ગોડાઉન અન્ય વ્યક્તિને ભાડે આપેલ હોય તે અંગેની માહીતી સબંધીત મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ન આપી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય.
આ ઉપરાંત મોરબી તાલુકાના રંગપર ગામે સોમનાથ પ્રીન્ટપેક કારખાનામાં આરોપી જીતુભાઇ કાંતીલાલભાઇ ગોદવાણી ઉવ.૪૯ તથા વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક આવેલ આલ્ફા રીફેક્ટ્રીઝ નામના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોના આઇ.ડી. પ્રુફ મેળવેલ ન હોય તેમજ પોલીસ સ્ટેશનમાં કે સંબંધીત કચેરીમાં જાણ કરેલ ન હોય આ સિવાય MORBI ASSURED એપ્લીકેશનમાં રજીસ્ટ્રેશન નહીં કરી જીલ્લા મેજીસ્ટ્રેટના પ્રસિદ્ધ કરેલ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય, હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્વારા બીએનએસ કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી અટક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.