મળતી માહિતી મુજબ, મોરબીમાં જેલ રોડ ઉપર આવેલ ગુરુકૃપા ગેસ્ટ હાઉસમાં મોરબી એસઓજી પોલીસ ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું, જેમાં ગેસ્ટ હાઉસમા પથીક સોફટવેરનો યોગ્ય ઉપયોગ ન કરી રજીસ્ટરમાં એન્ટ્રી કરેલ પરંતુ પોતાની હોટલમાં આવેલ મુસાફરોની એન્ટ્રી પથીક સોફ્ટવેરમાં કરેલ ન હોવાનું સામે આવ્યું હતું જેથી ગુરુકૃપા હોટલ માલીક ચીરાગભાઇ હિતેન્દ્રભાઇ ભાવસાર ઉવ.૨૮ રહે. મોરબી ગ્રીનચોક ભોઇવાડોવાળા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, હાલ આરોપી હોટલ માલીકની અટક ન કરી માત્ર નોટિસ આપી ચેતવણી આપવામાં આવી હતી.