Monday, January 13, 2025
HomeGujaratવાંકાનેર અને હળવદમાં જોખમી સ્ટંટ કરતા એક સગીર સહિત છ ઇસમો પર...

વાંકાનેર અને હળવદમાં જોખમી સ્ટંટ કરતા એક સગીર સહિત છ ઇસમો પર કાર્યવાહી

વાંકાનેર માં નેશનલ હાઇવે પર અને હળવદમાં શહેર અને હાઇવે પર બાઈક સ્ટંટ કરતા યુવાનોના અલગ અલગ આઠ જેટલા વીડિયો વાઈરલ થયા હતા. જે વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ તુરંત હરકતમાં આવી હતી અને આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા વીસ્તારના નેશનલ હાઇવે રોડ ઉપર અને હળવદ શહેર અને હાઇવે પર બાઇક સ્ટંટ કરતાં વાયરલ વીડીયો ધ્યાને આવતા મોરબી જિલ્લા પોલીસ વડાએ  કાર્યવાહી કરવા સુચના કરી હતી જે અનુસંધાને મોરબી એલસીબીએ ઈન્સ્ટાગ્રામ આઇડી ચેક કરી અલગ અલગ જગ્યાએ બાઇક સ્ટંટ કરનાર સગીર સહિત છ ઇસમો સચીનભાઈજાદવ,અર્જુન ગોયલ,ગોપાલ પનારા,અર્જુન સડલિયા,મહેશ ગેડાણી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર ને મોટર સાયકલ સાથે પકડી લઇ એમ.વી.એક્ટ કલમ ૨૦૭ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!