રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભયંકર હતી કે, તેમાં 24 લોકોના મોત થયા છે. TRP ગેમઝોનમાં 24 લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે હવે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યમાં તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેને પગલે મોરબી જિલ્લા કલેકટર એ એક્શન મોડમાં આવી તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોના નાના મોવા વિસ્તારમાં TRP ગેમઝોનમાં આગની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે. ગેમ ઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે. ત્રણ માળના ગેમઝોનમાં કેટલા લોકો ફસાયા છે તે કહેવુ મુશ્કેલ છે. હાલમાં ભીડ ન કરવાની પોલીસે અપીલ કરી છે. આગના સમયે 5 કિમી દૂર સુધી ધૂમાડા દેખાયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના તમામ ગેમ ઝોન ચકાસણી ન થાય ત્યાં સુધી બંધ કરવા આદેશ આપ્યો છે. ત્યારે સીએમના તમામ ગેમ ઝોન બંધ કરવાના આદેશ બાદ તાત્કાલિક ધોરણે મોરબીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેકટરે મોરબીમાં આવેલ ચાર જેટલા ગેમજોન થ્રીલ એન્ડ ચિલ,લેવલ અપ, યોગાટા,અને પપ્પાજી ફન વર્લ્ડ ને બંધ કરવા આદેશ આપ્યો છે. અને નાયબ મામલદાર નિખિલ મહેતા દ્વારા તમામ ગેમઝોન તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યા છે.મોરબી જિલ્લા કલેકટર સાથે ટેલીફોનીક વાતચીતમાં માહિતી આપવામાં આવી છે.