Tuesday, November 19, 2024
HomeGujarat૩૧ ડિસેમ્બર પહેલા મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : પાંચ સ્થળોએથી વિદેશી દારૂનો...

૩૧ ડિસેમ્બર પહેલા મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : પાંચ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

આમતો રાજ્યમાં દારૂ બંધી છે પણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી 31stની પાર્ટી માટે જે દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે. તેમાં બૂટલેગરો દર વખતે નવા નવા કીમિયાઓ અપનાવે છે. અને દરેક વખતે નવા કીમિયાઓમાં બૂટલેગરો દારૂના જથ્થા સાથે પકડાઈ જાય છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગઈકાલે પાંચ સ્થળોએ રેઈડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમોને પકડી પાડ્યા છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટિમ દ્વારા બાતમીના આધારે મોરબી તાલુકાના ખાનપર ગામની સીમ, ધુળકોટ જવાના રસ્તે મેલડી માતાજીના મંદિર સામે, રોડ ઉપરથી જયપાલસિંહ બહાદુરસિંહ જાડેજા નામના શખ્સને ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં.૦૧ કલેકશન વ્હીસ્કીની ૦૧ બોટલનો રૂ.૩૭૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બીજા દરોડામાં, ટંકારા પોલીસ સ્ટેશનની ટિમ દ્વારા ઘુનડા(સજનપર) ગામે આરોપીના રહેણાક મકાનની બાજુના વાડામાંથી ચતુરભાઇ પ્રવિણભાઇ પંચાસરા નામના ઈસમને ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની BLACK JAGUAR XXX RUMની ૧૦ બોટલોનાં રૂ. ૩૦૦૦/-નાં મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ત્રીજા બનાવમાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે પચ્ચીસ વારીયા પાસે રાજાવડલા નાકા પાસેથી એક સ્પ્લેન્ડર મોટરસાઈકલને રોકી મોટરસાઈકલ ચલાકની પૂછપરછ કરી તેની તપાસ કરતા મોટરસાઈકલ ચાલક સાગરભાઇ હસમુખભાઇ કમેજળીયા પાસેથી ઈંગ્લીશ દારૂની 8 PM SPECIAL RARE WHISKYની ૧૦ બોટલોનો રૂ.૪૦૦૦/- નો મુદ્દામાલ તથા રૂ.૪૫,૦૦૦/-ની કિંમતના સ્પ્લેન્ડર મોટરસાઈકલ મળી કુલ રૂ.૪૯,૦૦૦/-ના મુદ્દામાલ સાથે સાગરભાઇ હસમુખભાઇ કમેજળીયાની અટકાયત કરાઈ છે.

ચોથા બનાવમાં, હળવદ પોલીસની ટીમ દ્વારા હળવદ ટાઉનમાં દિવ્યપાર્ક-૧ ખાતે આવેલ વિનોદભાઇ કરશનભાઇ ચૌહાણનાં કબ્જા ભોગવટા વાળા રહેંણાક મકાનમાં રેઈડ કરી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશદારૂની LONDON PRIDE ઓરેન્જ ફ્લેવર વોડકાની કુલ ૦૭ બોટલોનો રૂ.૨૪૫૦/- તથા OLD MONK એક્સ્ટ્રા સ્પેશિયલ પ્રિમિયમ રમની કુલ ૧૦ બોટલોનો રૂ.૪૨૯૦/- તથા IMPACT BLUE ક્લાસીક વીસ્કીની કુલ ૦૭ બોટલોનો રૂ.૨૧૦૦/- મળી કુલ ૨૪ બોટલોનો રૂ.૮૪૫૦/-નો કબ્જે કરવામાં આવ્યો છે. જયારે આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગાતિમાં કરવામાં આવ્યા છે. જયારે પાંચમા બનાવમાં હળવદ પોલીસની ટીમ દ્વારા બાતમીનાં આધારે ક્ષ્મીનારાયણ ચોક પાસે જોશીફળી પાસે આવેલ ધવલ નરેન્દ્રભાઇ શુકલનાં ખંઢેર મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની 8 PM SPECIAL RARE WHISKYની ૦૪ બોટલો જેની કુલ કિંમત રૂ.૧૨૦૦/- તથા કીંગફીશર સુપરસ્ટ્રોંગ પ્ર્રીમીયમ બીયરના ૨૧ ટીન જેની કુલ કિંમત રૂ.૨૧૦૦/- એમ કુલ રૂ.૩૩૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. અને સ્થળ પરથી ધવલ નરેન્દ્રભાઇ શુકલ નામના ઈસમની અટકાયત કરવામાં આવી છે. જયારે પંકજ ચમનભાઇ ગોઠી નામનો ઈસમ સ્થળ પરથી મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!