Thursday, September 19, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : બે સ્થળોએથી દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : બે સ્થળોએથી દેશી-વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

મોરબી જિલ્લામાં દેશી-વિદેશી દારૂની વધતી બદીને અટકાવવા ઉચ્ચાધિકારીઓએ સૂચના કરતા મોરબી જિલ્લા પોલીસ દ્વારા એક બાદ એક રેઈડ પાડી બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ત્યારે ગઈકાલે ટંકારા પોલીસે એક ઈસમને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડ્યો હતો. જયારે હળવદ પોલીસે જુના સુંદરગઢ ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી તોડી પાડી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ટંકારા ડેમી નદીના કાંઠે એક શખ્સ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મંગાવી છુપાડી રાખી ચોરી છુપીથી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે, જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી પાણીના ટાંકા પાછળ છુપાડેલ MCDOWELLS NO-1 COLLETION WHISKY ORIGINALની રૂ -૨૬૨૫/-ની કિંમતની ૦૭ બોટલોનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. અને સ્થળ પરથી રાહુલભાઇ ઉર્ફે રવી રઘુભાઇ ઝાપડા (રહે. ટંકારા દેરીનાકા ભરવાડવાસ તા. ટંકારા જી.મોરબી) નામના ઈસમની અટકાયત કરી હતી.

બીજા દરોડામા, હળવદ પોલીસની ટીમે બાતમીનાં આધારે જુના સુંદરગઢ ગામની સીમ બ્રાહમણી નદીના કાંઠે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેઈડ કરી હતી. અને સ્થળ પરથી બાવળની કાંટમાં રહેલ રૂ.૩૨૦૦/-ની કિંમતનો ૧૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરી ગણેશ બચુભાઇ કોળી તથા બળદેવ બાબુભાઇ કોળી (રહે.બન્ને નવા સુંદરગઢ (સુર્યનગર) તા.હળવદ જી.મોરબી) નામના દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!