Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો તથા એક...

મોરબી જિલ્લા પોલીસની કાર્યવાહી : બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો તથા એક જગ્યાએથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી

મોરબીમાં વિદેશી દારૂની બદી ફૂલીફાલી હોવાની બૂમરેણ મચતા મોરબી જિલ્લા પોલીસે દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ આરંભી બુટલેગરો વિરુદ્ધ ધોંસ બોલાવી છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસે ગઈકાલે ત્રણ સ્થળોએ રેઈડ કરી વિદેશી દારૂનો જથ્થો એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, વાંકાનેર શીવ પાર્ક સોસાયટી શેરી નં.૦૪માં વિદેશી દારૂનું વેચાણ થઇ રહ્યું છે. જે હકીકતના આધારે પોલીસે વિવેકભાઇ જીતેન્દ્રભાઇ માણેક નામના શખ્સના રહેણાંક મકાને રેઈડ કરી ઈગ્લીસ દારૂની MCDOWELL NO.01 COLLECTION WHISKYની બોટલો તથા ALL SEASONS GOLDEN COLLCTION RESERVE WHISKYની બોટલો મળી કુલ ૩૬ બોટલોનાં રૂ.૧૩,૮૦૦/-ના મુદ્દામાલ સાથે વિવેકભાઇ જીતેન્દ્રભાઇ માણેક (રહે.શીવ પાર્ક શેરી નં.૦૪ વાંકાનેર જી.મોરબી)ની અટકાયત કરી હતી.

બીજા દરોડામાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે મીલપ્લોટ ચોક પાસે પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને શંકાના આધારે રોકી તેની પૂછપરછ કરતા શખ્સનાં જવાબ શંકાસ્પદ જણાય હતા. જેને લઈ પોલીસે તેની તપાસ કરતા અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ (રહે.વાંકાનેર મિલપ્લોટ શેરી નં-૦૧ મચ્છુ માતાજીના મંદિર પાસે તા.વાંકાનેર જી.મોરબી) પાસેથી ઈંગ્લીશ દારૂની MOONWALK ULTRA PREMIUM VODKA 750 M.Lની રૂ.૩૦૦/-ની કિંમતની એક બોટલ મળી આવી હતી. જેને લઈ પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા દરોડામાં, માળીયા મી. પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, નવાગામથી મેઘપર ગામ તરફ જતા નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી રૂ.૩૦૦/-ની કિંમતનો ૧૫૦ લીટર ગરમ આથો, રૂ.૬૦૦/-ની કિંમતનો ૩૦૦ લીટર ઠંડો આથો તેમજ દેશી દારૂના ૧ પ્લાસ્ટિકના કેનમા રહેલ રૂ.૧૦૦/-ની કિંમતનો ૦૫ લીટર દારૂ મળી કુલ રૂ.૧૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે રેઈડ દરમિયાન આરોપી સંજયભાઈ પોપટભાઈ ભોજવીયા (રહે.મોરબી વિશીપરા) સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!